તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જેતપુરનું પાણી પોરબંદરના દરિયામાં ન ઠાલવવા સુત્રાપાડામાં આવેદન અપાયું

સુત્રાપાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુત્રાપાડા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના આગેવાનોની રજૂઆત

ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના અખિલ ગુજરાત માછીમાર મહામંડળના આગેવાનો દ્વારા આજે સુત્રાપાડા મામલદારને આવેદન અપાયું હતું. જેમાં જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો વિરોધ કરાયો છે.

જેતપુરના ઉદ્યોગનું પ્રદૂષિત પાણી રૂ. 700 કરોડના ખર્ચે પાઇપ લાઈન દ્વારા પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે. જો આવું થશે તો પોરબંદર અને આસપાસના 200 કિમી સુધીનો દરિયો પ્રદૂષિત થઇ જશે. અને અસંખ્ય માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ પાણી શુદ્ધ કરીને દરિયામાં ઠાલવવામાં આવશે. પરંતુ આ બાબત લાંબાગાળા માટે શક્ય નથી. એ પણ જણાવવામાં આવ્યું કે, હાલમાં સુત્રાપાડામાં આવેલ જીએચસીએલ મામલે પણ આજ વાત કહેવામાં આવી રહી છે.

હાલમાં સુત્રાપાડાના દરિયા કિનારે કેટલાય કિલોમીટર સુધી માછલી મળતી નથી. અવારનવાર મૃત્યુ પામેલી માછલીનો જથ્થો કિનારે જોવા મળે છે. ફેક્ટરીના પ્રદૂષિત પાણીથી સુત્રાપાડાના દરિયા કિનારે રેતીએ પણ પથ્થરનું રૂપ ધારણ કરી લીધું છે. આસપાસનો વિસ્તાર સફેદ ચૂનાના પાણીથી પ્રદૂષિત થયેલો જોવા મળે છે.

આ બાબતે વહેલી તકે સરકાર નિર્ણય લે એ બાબતે દિલીપભાઈ આંજણી, જેન્તીભાઇ સોલંકી, સુરેશ બારૈયા, કાનજીભાઈ સિકોતરિયા, જેન્તીભાઇ ચાવડા અને પટેલ હરેશલાલજીએ આવેદનપત્રમાં તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...