તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વડોદરા ઝાલા ગામે સરકારી જમીનમાં પેશકદમી કર્યાનો આક્ષેપ

સુત્રાપાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના આગેવાનો વિરૂદ્ધ કલેકટરને ફરિયાદ

વડોદરા ઝાલા ગામે ગુજરાત સરકાર દ્વારા વોટર ડેશીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ગત 12/09/2020 ના કરવા માટે એજન્સી દ્વારા શરૂ કરવા ગયેલ હોય જેમાં ગામના અમુક તત્વો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કૂવા બનાવી નાખેલ જેનો વિરોધ કરી કામગીરી અટકાવેલ જેની સામે આજરોજ ગામના જાગૃત નાગરિક હરેશભાઈ ઝાલા દ્વારા વોટર ડેશીનેશન પ્લાન્ટ અટકાવી વિરોધ રહેલ. આગેવાનો પુંજાભાઇ જગમાલ બારડ(સુત્રાપાડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ) ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ બારડ રાજાભાઈ મેરામણભાઈ(બચુભાઈ) વિરુદ્ધ ગીર- સોમનાથ કલેકટર,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર સહિતના અધિકારીને લેખિત માં અરજી કરી જણાવેલ કે આ આગેવાનો દ્વારા સર્વે નંબર 253/1 હેક્ટર 5-59-60 ચો.મી. તેમજ સર્વે 797/1 માં ઉપરોક્ત આગેવાનો તેમજ તેમના પરિવારના સભ્યો દ્વારા ગૌચરની જમીનમાં વર્ષોથી પેશકદમી કરી સરકારી જમીન પચાવી પાડેલ જે લોકો ગામમાં થતો વિકાસ અટકાવવામાં આગળ વધી રહ્યા હોય જેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી સરકારી જમીન પચાવી પાડેલ તેમજ ગામમાં આવેલ પ્રોજેકટ યુવાનોને રોજગારી મળતી અટકાવવા ના પ્રયત્નો કરતાં સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખીત અરજી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...