તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ:સોરઠમાં અષાઢી બીજે કોરોનાને લીધે સાદગીભરી ઉજવણી કરાઇ

સોરઠ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળિયામાં રામદેવપીરના મંદિરે, ધામળેજમાં હિંગળાજ માતાના મંદિરે ધ્વજારોહણ

સોરઠમાં અષાઢી બીજની ઉજવણીમાં કોરોનાને લીધે લોકોએ ઉજવણીમાં સાદગી સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવું પડ્યું હતું. માળિયા હાટીનામાં કોળી સમાજ દ્વારા આષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરાય છે. જોકે, આ વખતે કોરોનાને ધ્યાને રાખી સાદાઇથી ઉજવણી કરાઇ હતી. કોળી સમાજની વાડીએથી શોભાયાત્રા રૂપે ધ્વજા લઈને નદીના સામા કાંઠે રામદેવ પીરના મંદિર પર ધ્વજા ચઢાવાઇ હતી. બાદમાં મહા આરતી થઇ હતી.

સુત્રાપાડા તાલુકાના ધામળેજ નજીક આવેલા કણજોતર ગામે અષાઢી બીજ નિમિત્તે હિંગળાજ માતાજીના મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાદમાં હિંગળાજ માતાજીના મંદિરેથી ગામમાં વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...