પ્રાચીમાં આવેલ એસ.બી.આઈ. બેંકમાં તોડફોડ કરી ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને ગીર-સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાજ્યા હતા. આ શખ્સોએ ગત. 17,જુન રાત્રીના બેંકતાળાં તોડી સી.સી.ટી.વી.કેમેરાના વાયરો તોડી બેંકના કાચમા ફિલ્મી ઢબે ”DO SBI NEXT DAY” લખી જતાં રહ્યા હતા.
એલ.સી.બી.ગીર સોમનાથના સ્ટાફ સાથે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ સમયે પ્રાચી નજદીક વૃંદાવન ચોકડીએ પહોંચતા બાતમી મળી હતી. જેના આધારે બંન્ને સખ્સો પ્રાચી તરફથી વેરાવળ બાજુ આવતા હતા. બન્નેને સીસીટીવી ફુટેજ બતાવી આગવી ઢબે પુછપરછ કરતાં બંન્ને સખ્સોની ચોરીના ગુનાહમાં સંડોવણી હોવાની કબુલાત થતાં અટક કરી. બંને અન્ય કોઇ ગુનામાં સંડોવાયા છે કે કેમ તે અંગે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.