તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સીંગસર ગામેથી ચરસ અને ગાંજા સાથે 1 ઝબ્બે

સુત્રાપાડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 450 ગ્રામ ગાંજો, 100 ગ્રામ ચરસ કબ્જે કરાયું

સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામેથી ચરસ અને ગાંજા સાથે પોલીસે એક શખ્સની અટક કરી હતી. સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામે ચરસ અને ગાંજાનું વેચાણ એક વ્યક્તિ કરી રહ્યો હોવાની બાતમી એસ.ઓ.જી.ને મળતા એસ.એલ.વસાવા સાથે વી.આર.સોનારા, દાનાભાઈ મેતા, ગોવિંદભાઇ વંશ, નટવરસિંહ ગોહિલ,વિજયભાઈ બોરખતરિયા,નરેન્દ્રભાઇ કછોટ, સુભાસભાઈ ચાવડા, ઇબ્રાહિમશા બાનવા વગેરે સ્ટાફ સાથે સીંગસર ગામે પહોંચતા લાલન રજાક ઉર્ફે સન/ઓફ ઓસમાણભાઈ સીંગસર ગામે કબ્રસ્તાન પાસે તેમના પોતાના બની રહેલ મકાનની બાજુમાં પ્લાસ્ટિકની થેલીમાં ગાંજો 450 ગ્રામ અને ચરસ 100 ગ્રામ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...