તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વેરાવળના મુખ્ય રસ્તાના કામ અધુરા

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડું કરવા બદલ એક દિવસની રૂપિયા 1 લાખની પેનલટીની રાખી હતી શરત

ચાલુ વર્ષે સોરઠ પથંકમાં ભારે વરસાદના પગલે તીર્થ નગરી સોમનાથ વેરાવળ શહેરને જોડતા મુખ્ય રાજમાર્ગ અતિબિસ્માર બન્યો છે. ત્યારે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આ રોડનું કામ વહેલું પુરૂ થાય તેવી વેરાવળ વાસીઓ તેમજ રોડ ઉપર પસાર થતા લોકો કહી રહ્યા છે.

વેરાવળ શહેરના મુખ્ય પ્રવેશ દ્વારથી શહેરમાંથી પસાર થતો અને યાત્રાધામ સોમનાથને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પાલિકા તંત્રને સુપ્રત કરાયો છે. પાલિકા તંત્ર દ્વારા આ મુખ્ય રાજમાર્ગ બિસ્માર હોવાથી રૂ. 5.77 કરોડના ખર્ચે મરામત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા નવરાત્રિ અને દીવાળીના તહેવારોને ધ્યાને લઇ 45 દિવસમાં જ આ કામ પૂર્ણ કરવાનું જણાવ્યું હોવા છતાં દોઢ મહિના જેટલો સમય વિતવા છતાં પણ પણ આ કામગીરી પુર્ણ કરવામા આવી નથી.

નગરપાલિકા દ્વારા કામ રાખનાર જે તે એજન્સીને મોડું કરવા બદલ એક દિવસની એક લાખ રૂપિયાની પેનલ્ટીની આકરી શરત રાખી હતી. તેમ છતાં હજુ સુધી પણ આ મુખ્ય રોડનું કામ પુર્ણ કરવામાં આવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો