તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર મંગલપુર ફાટક પાસે કામ અધૂરૂં મૂકી દેવાયું

માણેકવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફેદ પટ્ટા લગાવાયા, ફાટક, ગ્રામ્ય વિસ્તાર નજીક ઝીબ્રા ક્રોસિંગનું કામ કરો

જેતપુર-સોમનાથ ફોરટ્રેક બિસ્માર બન્યા બાદ નવીનીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને મોટાભાગના માર્ગનું નવીનીકરણ પણ થઈ ચૂક્યું છે. જો કે મંગલપુર ફાટક પાસે બંન્ને સાઈડમાં અમુક જગ્યા પર કામગીરી કરાઈ નથી. જેથી છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જેથી રિ કન્ટ્રકશનના નામે અધુરૂ મુકાયેલું કામ વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત હાલ માં રોડ ઓર સફેદ પટ્ટા લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે.પરંતુ જ્યાં ફાટક કે ગ્રામ્ય વિસ્તાર આવે ત્યાં ઝીબ્રા ક્રોસિંગનું કામ થયું નથી. આ પ્રશ્નનો હલ કરવા પણ માંગ ઉઠવા પામી છે.

છાપરા ન જ બન્યા
આ ફોરટ્રેક પર બસ સ્ટેન્ડના છાપરા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા નવા બનાવવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો