તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:દિવમાં ઈલેક્ટ્રિ સીટીનાં ખાનગીકરણ બાબતે મહિલાઓનું વિરોધ પ્રદર્શન

દિવ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ચાર્જ કલેક્ટરે પ્રશાસન સુધી વાત પહોંચાડવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો

સંધપ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રીક વિભાગને ખાનગીકરણ કરવાને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે દીવમાં પણ રાહુલ રાઠોડની આગેવાની હેઠળ વણાકબારા અને વાડી વિસ્તારની મહિલાઓએ દીવ કલેકટર કચેરી પહોંચી વિરોધ દર્શાવ્યો હતો. રાહુલ રાઠોડ અને મહિલાઓએ દિવ ઇન્ચાર્જ કલેક્ટર હરમિન્દર સિંહને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે જો ઈલેક્ટ્રીક સીટીનું ખાનગીકરણ કરવામાં આવશે તો ગરીબ લોકો અને માછીમારોને વધુ લાઈટ બીલ આવે જેથી તેઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે, હાલ માછીમારો આર્થિક નુકસાનીઓથી લડી રહ્યા છે.

ગયા વર્ષ દરમિયાન ત્રણ વાવાઝોડા અને કોરોના મહામારીને લીધે લોકો પાયમાલ થઈ ચૂકયા છે. મહિલાઓએ દીવ પ્રશાસનને આજીજી કરી હતી કે વર્તમાનમાં જે ઈલેક્ટ્રીક સીટી ચાલી રહી છે તે યથાવત રાખવામાં આવે અને ખનગીકરણ ન કરવા રજુઆત કરતા ઇન્ચાર્જ કલેક્ટર હરમિન્દર સિંહએ તેઓની માંગને દીવ પ્રશાસન સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો