નિર્માણ:આંતર રાષ્ટ્રીયકક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનશે : 12 એકર જમીન ફાળવાઈ

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથનાં ઈણાજ ખાતે નિર્માણ પામશે : હોસ્ટેલ પણ બનાવાશે
  • ​​​​​​​રમતવીરો આઉટડોર ઉપરાંત ઇનડોરની રમત રમી શકે તે માટે સુવિધાઓ ઉભી કરાશે

તાજેતરમાં જ બજેટ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ગીર સોમનાથના રમતવીરો માટે આંતરરાષ્ટ્રીયકક્ષાનું સ્પોર્ટ્સ સંકુલના નિર્માણની જાહેરાત કરવામા આવી છે.સંકુલના નિર્માણને લઈ જિલ્લા સેવાસદન નજીક ઇણાજ ખાતે 12 એકર જમીનની પણ ફાળવણી કરવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ કાનજીભાઈ ભાલીયાએ જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ સંકુલમાં સિન્થેટિક ટ્રેક,ઇનડોર હોલ,હોસ્ટેલની અદ્યતન સવલત મળશે.આ ઉપરાંત આ સંકુલમાં આઉટડોર ઉપરાંત ઇનડોર રમતો રમી શકાય તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

જેથી રમતવીરો આસાની થી નજીકમાં જ કોઈ પણ રમતો રમી શકશે. અત્રે નોંધનીય છે,કે ગીર સોમનાથ ઉપરાંત વલસાડ,બોટાદ,દેવભૂમિ દ્રારકા, મોરબી,મહીસાગર,અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે પ્રથમ તબક્કામાં 47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઊના, કોડીનારમાં રમત સંકુલ
આ ઉપરાંત ઊના, કોડીનાર અને ગીર ગઢડા તાલુકામાં રમત સંકુલ બનાવવાની વિચારણા ચાલી રહી હોવાનું ભાલીયાભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...