તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલા તાલુકાના વાડલા ગામની એક પરિણીતાએ હત્યાના ગુનામાં જેલમાં રહેલા પતિને જામીન અપાવવા પોતે સગર્ભા હોવાનું ખોટું સર્ટી. કોર્ટમાં રજૂ કર્યું હતું. જોકે, તેની ખરાઇ થતાં ખુદ હોસ્પિટલે જ પરિણીતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તાલાલા તાલુકાના વાડલા ગામનો નૈષધ ઉર્ફે લાલો કરશનભાઇ મુંજ પરા નામનો શખ્સ હત્યાના ગુનામાં જેલ હવાલે છે. તેણે વેરાવળ સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં તેની પત્ની મીનાબેન પ્રેગ્નન્ટ હોવાનું વેરાવળનીજ આશા હોસ્પિટલનું સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. આ સર્ટી. ખરાઇ કરવા હોસ્પિટલે જતાં તેનું લેટરપેડ અને સિક્કો અસલી હતા.
પણ તેમાંનું લખાણ ત્યાંના ડોક્ટરનું ન હોવાનું માલુમ પડ્યું હતું. આથી હોસ્પિટલના કર્મચારી કવિતાબેન કાનજીભાઇ ધારેચા (ઉ. 37) એ નૈષધ કરશનભાઇ મુંજપરા, તેની પત્ની મીનાબેન અને હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવી ગયેલ નર્સ નજમાબેન ઉર્ફે નાજીમા સરફરાજ બેલીમ સામે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છેકે, નજમાબેન તા. 27 ઓક્ટો.ના રોજ હીનાબેનને બુરખો પહેરાવીને હોસ્પિટલે લાવ્યા હતા. અને ડોક્ટર હીનાબેનને તપાસતા હતા એ વખતે નજમાબેને તેમની નજર ચૂકવીને લેટરપેડ અને સ્ટેમ્પ મેળવી તેમાં પ્રેગ્નન્સીનું સર્ટી. લખાવડાવ્યું હતું. વળી તેમાં ડોક્ટરની સહી પણ ખોટી હતી. બનાવની તપાસ વેરાવળ પોલીસ ચલાવી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.