પોલીસમેનોનું સન્માન:વેરાવળમાં બિલ્ડીંગ પડતું તું, એમાં ફસાયેલા 15 ને 3 પોલીસે બચાવ્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઇ મુસ્લિમ સમાજના આગેવાનોએ પીઆઇ અને પોલીસમેનોનું સન્માન કર્યું

વેરાવળના આરબ ચકલામાં એક જૂનું બિલ્ડીંગ જર્જરિત થઇ ગયું હતું. એ અચાનક પડવા લાગતાં એ વખતે 3 પોલીસમેનોએ નાળું બાંધી બધાને સહીસલામત બહાર કાઢ્યા હતા. એ ત્રણેયનું મુસ્લિમ સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું.

વેરાવળના આરબ ચકલામાં ગત તા. 31 ઓક્ટો. 2021 ની મધરાત્રે 3 વાગ્યે રોજ એક જૂનું બિલ્ડીંગ અતિ જર્જરિત થઈ ગયું હતું. તે અચાનક પડવા લાગતાં પાડોશીઓએ મોટાપાયે કાગારોળ કરી હતી. ત્યાંના કાદરીબાપુએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ સ્ટાડના ભૂપતસિંહ પરમાર, ગિરીશભાઈ વાઢેળ અને રાજુભાઈ રાઠોડે ઘટનાસ્થળે દોડી જઇ એક લાંબું નાળું બિલ્ડીંગ સાથે બાંધી દીધું હતું. ઘરમાં જવાની મુખ્ય સીડી તૂટી ગઇ હતી. આથી ગિરીશભાઇ અને રાજુભાઇ નાળા સાથે નીચે ઉભા રહ્યા. અને ભૂપતસિંહ લાકડાની સીડી લઇ જોખમી બિલ્ડીંગ પર ચઢી રવેશમાંથી ઘરમાં પ્રવેશ્યા હતા.

તેમને જોઇ ભયભીત પરિવારમાં હિંમત આવી હતી. પોલીસે બે સીડી ભેગી કરીને રવેશના માર્ગેથી 1-1 કરી ઘરના તમામ 15 સભ્યોનું સલામત રેસ્ક્યુ કર્યું હતું. આ વાતની જાણ થતાં મુસ્લિમ તાઈ સમાજના આગેવાન હુસેનભાઈ તાઈ, સતારભાઈ લાખન અને મોહસીનબાપુ કાદરીએ વેરાવળ સીટી પીઆઇ ડી. ડી. પરમાર અને ભૂપતસિંહ, ગિરીશભાઇ અને રાજુભાઇનું શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...