સફાઇ અભિયાન:વેરાવળના વોર્ડ નં. 5 અને 6 માં પ્રિમોન્સુન કામગિરી શરૂ

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરસેવકની રજૂઆતને પગલે જૂની ગટરનું સફાઇ અભિયાન

વેરાવળ શહેરમાં આવેલા વોર્ડ નં. 5 અને 6 માં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. કારણકે આ વિસ્તારની જૂની ગટરોની સફાઈ વર્ષોથી નથી થઇ. જો આ સફાઈ થાય તો વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય એ માટે નગરસેવક અફઝલ પંજા દ્વારા પાલિકાને રજૂઆત કરાઇ હતી.

છેલ્લા ઘણા વર્ષોથી ગોદરશા તળાવ વિસ્તારની ગટરોની સફાઈ નથી થઇ. તેમજ કેરમાનીની ગટરો ઓવરફ્લોની સ્થિતિએ છે. જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ થતો નથી. અને આ પાણીનો ભરાવો થાય છે. આથી આ વખતે ચોમાસા પહેલાંજ 10 દિવસ સુધી આ ગટરો વેરાવળ નગરપાલિકા દ્વારા દરરોજ પૂરતા સ્ટાફ સાથે સફાઈ કામગીરી કરવામાં આવશે. જેથી વોર્ડ. 5 અને 6 ના લોકોને રાહત થાય. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતા, બાંધકામ સમિતીના ચેરમેન બાદલભાઈ હુંબલ, સીનિયર ઓફિસર હિરપરાએ જરૂરી સુચના આપી હતી. } તસવીર - રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...