કોરોના મહામારી બાદ ધંધા-રોજગાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયા છે. વેપારીઓને આર્થિક રીતે ફટકો પડયો છે. નાના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ હોઇ તેમાં તેજી આવે એ માટે વેરાવળના હિન્દૂ યુવા સંગઠન દ્વારા વિષ્ણુયાગ હવન તેમજ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી પ્રાર્થના કરાઇ હતી.
આ સાથે હિન્દૂ સમાજ આર્થિક રીતે મજબૂત બને, વેરાવળ બંદર પણ વહેલી તકે શરૂ થાય અને આર્થિક નુકસાનીમાંથી બહાર આવી સારી કમાણી કરે જેથી શહેરના નાના વેપારીઓને પણ ધંધામાં ફાયદો મળે એ માટેની પ્રાર્થના પણ કરાઇ હતી. સાથે સંગઠન દ્વારા સમસ્ત હિન્દૂ સમાજની સુખાકારી તેમજ રક્ષણ માટે સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવામાં આવી હતી. આ તકે કોરોનામાં સામાજિક સંસ્થાઓ, સ્મશાનમાં સેવા આપનાર યુવાનો, હોસ્પિટલ સેવા, ગૌસેવા, ભોજન સેવા, એમ્બ્યુલન્સ સેવા, તેમજ સામાજિક કાર્યકર્તાઓનું સન્માન કરાયું હતું. વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપીલભાઈ મહેતા, દિપકભાઈ દોરિયા, રવિભાઈ ગોહેલ, ઉદયભાઈ શાહ, મંજુલાબેન સુયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.