તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ:વેરાવળમાં હવેથી પીવા માટે ચોખ્ખું પાણી મળશે

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળમાં નગરપાલિ દ્વારા વિતરણ કરાતા પીવાના પાણીમાં ગંદકીની અનેક ફરિયાદો હતી. જે હવે ભૂતકાળ બની જશે. આવતીકાલ તા. 26 જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સેમરવાવ ખાતે બનેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. આ સાથેજ વેરાવળ શહેરને રોજ 53 એમએલડી પીવાનું ચોખ્ખું પાણી મળવા લાગશે.

આ અંગેની વિગતો આપતાં ચીફ ઓફિસર જતીન મહેતાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની પાણી પુરવઠા યોજનાના ભાગરૂપે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ.ની દેખરેખ હેઠળ રૂ. 5,60,71,000 ના ખર્ચે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયો છે. અત્યારે લોકોને જે એકાંતરા પાણી મળે છે એ હવે રોજ આપી શકાશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. 26 જૂને સોમનાથમાં સાંજે 5 વાગ્યે આવી પહોંચશે. તેઓ 5:45 વાગ્યે રામ મંદિરના ઓડિટોરિયમ પહોંચશે. અને ત્યાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ, ડિવાયએસપી કચેરીનું ઇ-લોકાર્પણ કરશે. તો સાથે સ્ટ્રોમવોટર ડ્રેઇન અને ફૂટપાથનું ઇ-ખાતમુહૂર્ત કરશે. સાંજે 6:15 વાગ્યે તેઓ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેઓ સોમનાથમાંજ રાત્રિ રોકાણ કરશે. અને આગામી તા. 27 જૂને સવારે 8 વાગ્યે સોમનાથ દાદાના દર્શન કરી બાદમાં ગાંધીનગર જવા રવાના થશે.અત્રે નોંધનિય છેકે, વેરાવળ શહેરના લગભગ વિસ્તારોમાં લોકો પાણી માટે ખૂબ મોટી સમસ્યાનું સામનો કરી રહ્યા છે. એમાંય વોર્ડ નં. 5 અને 6 ના લગભગ વિસ્તારોમાં ગટરની વાસવાળું પાણી આવે છે. એ અંગે નગરસેવક અફઝલ પંજાએ રજૂઆત પણ કરી છે.

દેવકા નદીનું પાણી શહેરમાં ઘૂસે છે
દર વર્ષે દેવકા નદીમાં પૂર આવતાંજ તેનું પાણી વેરાવળ શહેરમાં ઘૂસી જતું હોય છે. અને ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ જાય છે.

પૂરના પાણીનો નિકાલ થાય એ માટે 10.58 કરોડની યોજના
મુખ્યમંત્રી દ્વારા વેરાવળ શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થાય અને ક્યાંય પાણીનો ભરાવો ન થાય એ માટે રૂ. 10,58,70,100 ના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઇન અને ફૂટપાથનું ખાતમુહૂર્ત પણ કરશે. આ કામ દોઢ વર્ષમાં પૂરું થવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...