તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:વેરાવળના વેપારીઓ મંગળવારે મેઘરાજાને મનાવવા સોમનાથ સુધી યોજશે પદયાત્રા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓની સોમનાથ સુધીની પદયાત્રા બાદ મેઘમહેર થતી હોવાની અતૂટ શ્રદ્ધા

હાલ રાજ્યમાં વરસાદ ખેંચાયેલ હોવાથી આકરી ગરમીના કારણે લોકો અકળાયા છે તો ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તીર્થભૂમિના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને મનાવવા, વરસાદ માંગવા માટે વેરાવળથી સોમનાથ સુધીની એક પદયાત્રાનું મંગળવારના રોજ આયોજન કરેલ છે.

વેરાવળ વખારીયા બજાર વેપારી એસોશિએશન આયોજીત પદયાત્રા બપોરે 4 વાગ્યે વખારીયા બજારમાં આવેલ સુરજકુંડ મંદિરથી નીકળશે. છેલ્લા 21 વર્ષથી આ પદયાત્રા નીકળે છે અને દર વર્ષે મેઘરાજા પદયાત્રા પછી મનમૂકીને હેત વરસાવે છે તેવી અતૂટ શ્રધ્ધા વેપારીમાં છે.

તો છેલ્લા ઘણા વરસથી લોહાણા સમાજના મોભી સ્વ.ચીમનભાઈ અઢીયાના અધ્યક્ષ સ્થાને આ પદયાત્રા યોજાતી હતી. પરંતુ તાજેતરમાં તેમનું કોરોનાના કારણે અવસાન થયું હોવાથી આ વર્ષે વેપારી અગ્રણી અશોકભાઈ ગદા, જમનાદાસ દયાળજી, ચંદુભાઈ લાખાણી સહિતના વેપારીઓની આગેવાનીમાં આ વર્ષે ધૂન-કિર્તન બોલતા 22 મી પદયાત્રા નીકળશે અને સોમનાથ મંદિરએ જશે અને ત્યાં મેઘરાજાને વિનવણી કરવા સોમનાથ દાદાને શીશ નમાવી પ્રાર્થના કરશે. આ પદયાત્રામાં વખારીયા બજારના વેપારીઓ મોટી સંખ્યામાં દુકાન બંધ કરી જોડાશે.

અન્ય સમાચારો પણ છે...