તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વેરાવળ તાલુકા-શહેર કોંગ્રેસની જુની કારોબારી રદ કરી નવી રચાઇ

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલીનું આયોજન કરાયું

વેરાવળમાં તાલુકા તથા શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અઢીયા હોલ ખાતે વેરાવળ તાલુકો અને વેરાવળ શહેરની કારોબારીની રચના કરવાં માટે મીટિંગ મળી હતી. જેમાં જૂની કારોબારીને રદ કરી નવી કારોબારીની રચના કરી હતી.

ભાજપ સરકાર દ્વારા ડીઝલ-પેટ્રોલ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે કઠોળ, શાકભાજી, કરિયાણું વગેરેના ભાવો પણ આસમાને જતાં કર્યા છે. જેથી સામાન્ય તથા મધ્યમ વર્ગના લોકોને તેમનું ઘર ચલાવવાનું અતિ મુશ્કેલ થયું છે. કોરોનાની બીમારી સાથે-સાથે તોતિંગ ભાવ વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેની સામે સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસ કાર્યકરો સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...