તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વ્યાજ ખોરો સામે વેરાવળ પોલીસ કાર્યવાહી કરશે

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગિર સોમનાથ જિલ્લાની જનતાને હવે વ્યાજ ખોરો સામે ડરવાની જરૂર નથી. ગુજરાત મની લેન્ડર એકટ મુજબ ફકત જીલ્લા રજીસ્ટર (ધીરધાર)ની કચેરીએ નોંધાયેલ લાયસન્સધારક નાણા ધીરધારનો વ્યવસાય કરી શકે અને તેઓ નિયત મર્યાદામાં વ્યાજ લેઇ શકે છે. પરંતુ કેટલાક બિન અધિકૃત રીતે વ્યાજ વટાવનો ધંધો કરતાં ઇસમો કે પૈસાદાર વ્યકિતઓ દ્રારા જરૂરીયાત મંદ લોકોને ઉંચા વ્યાજે નાણાનું ધીરાણ કરીને બાદમાં નાણાનું અનેક ગણું વ્યાજ વસુલવામાં આવે છે.

જેથી આવા કિસ્સાઓમાં ગિર-સોમનાથ જિલ્લામાં કોઇ પણ નાગરીકે જરૂરીયાત મુજબ કોઇ પણ વ્યકિત પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધેલ હોય અને તેઓને દેણદાર દ્રારા બળજબરીથી, ડરાવી, ધમકાવી કે શારીરીક-માનસીક ત્રાસ આપી પોતે આપેલ પૈસાના ઉંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કે પજવણી કરતા હોય તો તેવા ઇસમોનો કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર નજીકના પોલીસ સ્ટેશને કે ગિર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ અથવા એસ.ઓ.જી. શાખાનાનો સંપર્ક કરી અને મદદ મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...