સમસ્યા:વેરાવળ સિવિલમાં સિટીસ્કેન મશીન ન હોઇ દર્દીઓને રૂા. 5 હજારનો ખર્ચ

વેરાવળ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇમરજન્સી કેસમાં દર્દીને બે કિલોમીટર દૂર ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે
  • રોજ વિવિધ બિમારીની સારવાર માટે 700થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સિટીસ્કેન મશીનનાં અભાવે દર્દીઓને ના છૂટકે ખાનગીમાં જવુ પડે છે. અને ખર્ચ કરવો પડતો હોય. આ અંગે યોગ્ય કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આસપાસનાં 53 ગામોમાંથી રોજ 500 થી 700 દર્દીઓ વિવિધ બિમારીની સારવાર માટે આવતા હોય છે. પરંતુ અમુક કેસમાં દર્દીને સિટી સ્કેનની જરૂરીયાત પડતી હોય.

જે અહીયા ન હોય. જેથી 2 કિ.મી. દૂર ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે. અને 5 હજારનો ખર્ચ કરવો પડે છે. આ પ્રશ્નને લઈ સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. અને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક ધોરણે સિટીસ્કેન મશીન ફાળવવામાં આવે એવી માંગ કરી છે.

વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો
આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને સિટી સ્કેન માટે દૂર ન જવું પડે અને નાણાં ન ખર્ચવા પડે તેવા હેતુથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 19-20 માં વિધાનસભા સત્રમાં પણ પ્રશ્ન ગાજ્યો હતો. તેમ છતાં આજદિન સુધી આ મોટી હોસ્પિટલને સિટી સ્કેનનું મશીન ફાળવવામાં આવ્યું નથી. જેથી આર્થિક રીતે નબળા દર્દીઓને નાછૂટકે ખાનગીમાં જવું પડે છે અને નાણાંનો વ્યય થાય છે. સરકાર દ્વારા વહેલીતકે આ પ્રશ્નનો હલ કરવામાં આવે તેવી માંગ લોકોમાંથી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...