તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:સંસ્કૃતનાં બે વિદ્વાનોને સુવર્ણ ચંદ્રક અપાશે

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથમાં દર વર્ષે સંસ્કૃત ભાષામાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે

આપણો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો સંસ્કૃત ભાષામાં છે. તેથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડમાં સંસ્કૃતનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની સ્પષ્ટ જોગવાઇ છે. આ હેતુથી વર્ષ 1996 પ્રતિવર્ષ “શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક” આપી સંસ્કૃત ભાષાના જ્ઞાતા વિદ્વાનને સમ્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. જેમાં સુવર્ણ ચંદ્રક, સન્માન પત્ર, સન્માન શાલ અને રૂા.1 લાખના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. 20 જૂનના રોજ સવારે 11 કલાકે રામમંદિર ઓડિટોરીયમ, સોમનાથ ખાતે યોજાશે. જેમાં વર્ષ 2020નો સુવર્ણ ચંદ્રક ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને 2021નો ડૉ.હર્ષવદન મનસુખલાલ જાનીને અર્પણ કરવામાં આવશે.

ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી એ દેશ-વિદેશમાં સંસ્કૃત માટે દ્વારકાધીશ એકેડમી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારકા દ્વારા સંસ્કૃત ભાષાને એક નવી ઉંચાઇ બક્ષી છે. તથા ડૉ.હર્ષવદન મનસુખલાલ જાની સંસ્કૃતના સંશોધક રહ્યા છે. સંસ્કૃતમાં તેઓએ કાવ્યો, નાટ્યસંગ્રહ, કહાની, ઉપન્યાસ, વિવેચન પ્રદાન કરેલું છે. આ સમારોહમાં ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી ડૉ.વિષ્ણુભાઇ પંડ્યા, તથા ગોપબંધુ મીશ્રા અને ચેતનભાઇ ત્રિવેદી, ઉપસ્થીત રહેશે. કાર્યક્રમનું જીવંત પ્રસારણ સોશ્યલ મિડીયા પરથી લાઇવ નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...