વીડિયો વાઈરલ:તાલાલાના જાંબુર ગામમાં રાત્રે સાવજો ઘૂસ્યા, વરસાદી વાતાવરણમાં મારણની મિજબાની માણી

તાલાલાએક વર્ષ પહેલા
બે સિંહો ગાયનું મારણ કરી આરામથી મિજબાની માણી - Divya Bhaskar
બે સિંહો ગાયનું મારણ કરી આરામથી મિજબાની માણી
  • જાંબુર ગામમાં અવાર નવાર સિંહ પરિવાર લટાર મારવા આવી ચડે છે

ગીરના જંગલની આસપાસના ગ્રામ્ય પંથકમાં સિંહના આટાફેરા મારતા હોવાના અને મારણ કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર આવતા રહે છે. જંગલની નજીક આવેલા ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના જાંબુર ગામમાં રાત્રીના સમયે બે સિંહ આવી પહોંચ્યા હતા. ગામની વચ્ચોવચ મારણ કર્યું હતું અને માવઠાના વરસાદી વાતાવરણમાં મારણની મિજબાની માણી હતી. મિજબાની કરતા સાવજોનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

ગામની વચ્ચોવચ ગાયનું મારણ કર્યું
ગામની વચ્ચોવચ ગાયનું મારણ કર્યું

વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન
સાસણ ગીર જંગલની બાજુમાં આવેલા તાલાલા ગીર પંથકના જાંબુર ગામની વચ્‍ચે રાત્રીના સમયે બે સિંહો આવી ચડી મિજબાની માણતા હોવાનો વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો બેએક દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. વીડિયોમાં સ્‍પષ્‍ટ દેખાય છે કે, જાંબુર ગામની મઘ્‍યે વરસાદી ઝરમર વાતાવરણ વચ્‍ચે મોડીરાત્રીના સમયે રસ્‍તાની વચ્‍ચે બે સિંહો એક રખડતી ગાયનું મારણ કરી આરામથી મિજબાની માણી રહ્યા છે. જો કે, જાંબુર ગામ જંગલની અડોઅડ આવેલું હોવાથી અવાર નવાર જંગલના રાજા એવા સિંહો પરિવાર સાથે લટાર મારવા આવી ચડતા જોવા મળે છે.

સિંહ પરિવાર અવાર નવાર ગામમાં આવી ચડે છે
સિંહ પરિવાર અવાર નવાર ગામમાં આવી ચડે છે
અન્ય સમાચારો પણ છે...