તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂથ અથડામણ:સોમનાથ-પ્રભાસપાટણમાં બાઈક અથડાવા મામલે બે જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો, પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી

વેરાવળ24 દિવસ પહેલા
  • 30 થી 40 લોકોએ સામસામે પથ્થરમારો અને તોડફોડ કરતા વાતાવરણ તંગ બન્યું હતું

સોમનાથ-પ્રભાસપાટણમાં સોમવારે સાંજે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ બે જૂથ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. બંને જૂથના ટોળાએ સામસામો પથ્થરમારો કરી તોડફોડ કરતા પોલીસ દોડી આવી હતી. મામલો વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. જૂથ અથડામણમની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે 25 થી 30 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોમનાથ- પ્રભાસપાટણમાં સોમવારે સાંજે આજે મોડી સાંજે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબત મોડી રાત્રી ના જૂથ અથડામણમાં પરિણમી હતી અને જોતજોતામાં બંને જૂથના કુલ 30થી 40 માણસોએ સામસામા આવી જઇ પત્થરમારા સાથે તોડફોડ શરૂ કરી હતી.જોતજોતામાં બંને પક્ષના માણસો સ્થળ પર એકઠાં થઈ ગયા હતાં. સામસામો પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો, જેથી વાતાવરણ તંગ બની ગયું હતું અને રાતે પણ ખુલ્લી રહેતી કેટલીક દુકાનો ટપોટપ બંધ થી ગઈ હતી. પત્થરમારામા બંને બાઈકને નુકસાન થયું હતું તેમજ એક દુકાનના બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતા એલ.સી.બી. ડી સ્ટાફ, મરીન પોલીસ સહિત નો પોલીસ કાફલો તુરંત જ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી લેતાં મોટી ઘાત સ્હેજમાં ટળી હતી.

તોફાની ટોળા દ્વારા દુકાનો અને મોટરસાયકલ માં આગ ચંપી માટે કેરોસીન છાંટયું હતું પરંતુ પોલીસ ની સમયસૂચકતા ના કારણે તોફાની ટોળા નો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.જો કે બે બાઇકો તેમજ અમુક દુકાનો ના શટર તોડ્યા હતા.જૂથ અથડામણ માં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા જે પૈકી મુસ્તાક ઉર્ફે વસીમ નૂરમામદ મલેક ની ફરિયાદ આધારે પરેશ સરમણ અને રમેશ પકોડા વાળા સહિત 25 લોકો ના ટોળા વિરુદ્ધ આઈપીસી ની કલમ 143, 147, 148, 149, 323, 324, 403, 427, 504 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.ઘટનાના પગલે હાલ વેરાવળ, સુત્રાપાડા, સોમનાથ મરીન સહિત સ્થાનિક પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...