તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:તાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકાથી લોકોમાં ગભરાટ, કેન્દ્ર બિન્દુ તાલાલાથી 11 કિ.મી. દૂર

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 6 દિવસથી સતત અનુભવાય રહ્યાં છે ભૂકંપના આંચકા
  • 6 દિવસમાં તાલાલા પંથકમાં 18 આંચકા અનુભવાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકમાં છેલ્લા ઘણા દિવસથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. સતત ધરતીકંપ આવવાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે. આજે 6 ડિસેમ્બરે બે વખત ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો આંચકો આવતા લોકો ગભરાટના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તિવ્રતા 1.8 અને 1.5 છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 11 કિ.મી. દૂર નોંધાયું છે.

એક દિવસમાં બે આંચકા અનુભવાયા
તાલાળા ગીર પંથકમાં છેલ્લા ઘણા સમયથી છાશવારે ધરતી ધ્રૂજી ભૂકંપના આંચકા આવે છે. જેમાં છેલ્લા 6 દિવસથી દરમિયાન 18 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હોવાથી પંથકમાં ભયનો માહોલ પ્રસર્યો હતો. તાલાલામાં છેલ્લા 6 દિવસમાં 16 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 6 આંચકા 1 ડિસેમ્બરે, 3 આંચકા 2 ડિસેમ્બરે, 5 આંચકા 3 ડિસેમ્બરે, 2 આંચકા 5 ડિસેમ્બરે અનુભવાયા હતા. જ્યારે આજે વહેલી સવારે 7.54 વાગ્યે 1.8ની અને બપોરે 11.41 વાગ્યે 1.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ બંને ભૂકંપના આંચકાનો કેન્દ્ર બિંદુ તાલાળા શહેરથી 11 કી.મી નોર્થ ઈસ્ટમાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આજે આવેલા બંને ભૂકંપના આંચકાથી ગીરવાસીઓમાં ફરી ભયની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો