તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ગુંદરણના દુષ્કર્મના 2 આરોપીને 14 વર્ષેની સખત કેદની સજા ફટકારી

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળની સ્પે.પોક્સો કોર્ટે સજા ફટકારી દંડ ભરવા હુકમ કર્યો
  • ભોગ બનનારને સરકારની યોજના મુજબ 6 લાખનું વળતર ચૂકવવા હુકમ

તાલાલના ગુંદરણ ગામે સીમ વિસ્તારમાં 2 આરોપી દ્વારા સગીરા પર દુષ્કર્મ કરવાના ગુનાના બન્ને આરોપીને કોર્ટે સજા ફટકારી છે. જેમાં સ્પે પોક્સો કોર્ટ દ્વારા તકસીરવેન ઠેરવી 14 વર્ષની સખત કેદની સજા ફટકારી તેમજ રોકડ દંડ અને તે ન ભરે તો સાદી સજા ફટકારી છે. આ કામના આરોપીઓ બાલુ અરશીભાઈ પટાટ ઉ.58 તથા રમેશભાઈ કાળાભાઈ કછોટ ઉ.28, બન્ને રહે.ગુંદરણ બન્ને ઈસમો દ્વારા ગત તા.6-09-18ના રોજ તથા તે પહેલા એક વર્ષે દરમ્યાન સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બન્ને આરોપીએ ગુંદરણ ગામ તથા સીમ વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સગીર બાળકીના પિતાએ તાલાલા પોલીસ સ્ટેસનમાં ફરીયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં વેરાવળના સરકારી વકીલે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરતા સ્પે. (પોક્સો) જજ બી.એલ.ચાઈથાણીએ દલીલો સાંભળી આરોપીને 14 વર્ષની સખત કેદની સજા તથા દંડ ભરપાઈ કરવા જણાવ્યું હતું. દંડ ન ભરે તો વધુ દરેક કલમ મુજબ 6 માસની સાદી કેદની સજા ભોગવવા કોર્ટે હુકમ કર્યો છે. તેમજ ભોગબનનારને સરકારની યોજના અંતર્ગત રૂ.6 લાખનું વળતર આપવા હુંકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો