તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વેરાવળ નગરપાલિકાની બાજુમાં જ ગટરો ઉભરાતા લોકો ત્રાહિમામ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ તંત્ર બેદરકાર, ગટર સાફ કરવા માંગ

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાની બાજુમાં જ રાજેન્દભુવન રોડ પર સરકારી હોસ્પીટલની સામેની બાજુએ ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિક વાસીઓ પરેશાન. આ ગટર પર દબાણ થતા અને તંત્ર દ્વારા ગટરની અંદર સાફ સફાઈ કરવામાં ન આવતા ગટરનું ગંદુ પાણી વારંવાર બહાર નીકળતા રોડ પર ફરીવળે છે. આ અંગે અવાર-નવાર સફાઈ કર્મીઓને તેમજ કચેરીમાં પણ રજુઆતો કરવામાં આવી છે. સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ બરાબર ન થતા અને ખોટા બહાનાઓ બનાવી સફાઈ ન થતા ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વધુ દુર્ગંધ ફેલાવી રાહદારીઓ તથા આજુ-બાજુના દુકાનદારોને મુશ્કેલી વેઠવી પડે છે.

તેમજ બાજુમાં સ્કુલ હોવાથી વિદ્યાર્થીઓ તથા હોસ્પીટલના દર્દીઓને ૫ણ નુકશાન કારક છે. હાલમાં આ દુર્ગંધવાળું પાણી મહામારીમાં પણ વધારો કરે તેવી શકયતાઓ છે. ગટરમાં પ્લાસ્ટીકનું વેસ્ટેજ મટીરીલ્સ વધુમાં પાણીને આગળ જતાં બંધ કરે છે. આથી ગટરના દબાણોને દુર કરી ખુલ્લી કરી તેમાં સાફ સફાઈ કરાવવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો