તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:આજે કાર સેવકો વાગોળે છે 1990ની કાર સેવા

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જેઓએ રામમંદિર અયોધ્યામાં બંધાય તે માટેનું સ્વપ્ન જોયું હતું તેની વાતો

અયોધ્યામાં રામમંદિર બંધાય તે માટે થઇને ઘણા લાંબા સમય સુધી સંઘર્ષ ચાલ્યો હતો અને ખાસ કરીને રામમંદિર માટે થઇને કાર સેવકોએ બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતાં અને લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. આજે જ્યારે રામમંદિર બંધાવા જઇ રહ્યું છે, ત્યારે તેઓ પોતાના અનુભવો પોતાના જ શબ્દોમાં વર્ણવે છે.

શિલાન્યાસની ખુશી શબ્દમાં ન વર્ણવી શકાય
કિશોરભાઇ કોટક પોતાના શબ્દોમાં જણાવે છે કે, શિલાન્યાસની ખુશી શબ્દમાં ન વર્ણવી શકાય તેવી છે. સમગ્ર દેશનું આજે દિવાળીના માહોલમાં છવાયો છે. હું રામમંદિરના નિર્માણના કાર્યમાં શરુઆતના તબક્કાથી જોડાયેલો છું તેમજ 1985થી સંકળાયેલ હોવાથી 1990 અને 1992 ની બન્ને કારસેવામાં હું જોડાયો હતો તેમજ અયોધ્યા પણ ગયો હતો.આ ઉપરાંત અડવાણીજીની યાત્રા માં સહભાગી પણ થયો હતો.કોઈ પણ રામમંદિરને લગતો કાર્યક્રમ એવો નહી હોય જેમાં હુ ન જોડાયો હોવ તેવુ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે માં ચાલતા કેસમાં પણ જે લોકો કામ કરી રહ્યા હતા તેમની સાથે પણ હુ સતત સંપર્કમાં હતો.જેનુ ફળ આજે મળવાથી હર્ષનો શબ્દોમા વર્ણન કરી શકતો નથી.

પ્રથમ કાર સેવાનો કાર્યકર હતો
ચંદ્રપ્રકાશભાઇ ભટ્ટ પોતાના શબ્દોમાં કહે છે કે, 492 વર્ષ, અનેકાનેક સંઘર્ષો, હજારો રામભક્તોના બલિદાન અને હજારો સાધુસંતો તેમજ કારસેવકોની કારસેવાના ફળ સ્વરૂપે આજની આ શુભ ઘડી આવી છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્રજીના ભવ્ય મંદિર નિર્માણ માટે નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે શિલાન્યાસ થયો છે જેથી અમો ભટ્ટ પરિવારના તમામ સદસ્યો પણ ગર્વની લાગણી અનુભવીએ છે. તેઓ પ્રથમ કારસેવાથી કાર્યકર તરીકે જોડાયેલા છે.

1990ના પ્રસંગો આજે પણ માનસ પટ પર જીવીત
ભાજપ અગ્રણી એવા ઝવેરીભાઇ ઠકરાર પોતાના અનુભવોમાં કહે છે કે, 1990ની પ્રથમ કારસેવામા વેરાવળ અને સોમનાથથી અમે 11 કારસેવકો અયોધ્યા જવા માટે રવાના થયા હતા. યુપીના બાંદા શહેરમાં વિજયા રાજેશ સિંધીયાની આગેવાની હેઠળ અમે લોકો આગેકુચ કરી રહ્યા હતા ત્યારે અમારી ધરપકડ કરાઇ હતી.આજે પણ કારસેવા ના એ પ્રસંગોને યાદ કરતા રોમાંચ અનુભવાય છે. એક કારસેવક તરીકે શ્રીરામ મંદિર શિલાન્યાસ દિવસના આ પાવન પ્રસંગે સમસ્ત રામ ભક્તોને શુભકામનાઓ અર્પીત કરુ છુ.

અન્ય સમાચારો પણ છે...