નિર્ણય:દિવાળી પહેલાં વેરાવળમાં રસ્તા રીપેર કરવા ત્રણ કરોડ ખર્ચાશે

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળ-પાટણ પાલિકાની બોર્ડમાં નિર્ણય નવું સ્મશાન, સુએઝ પ્લાન્ટ બનાવાશે

વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં દિવાળીના તહેવારો પહેલાં 3 કરોડના ખર્ચે રસ્તા રીસર્ફેસીંગ કરાવાનો ઠરાવ કરાયો હતો. તો શહેરને સ્વચ્છ બનાવવા મહાસફાઇ અભિયાન સાથે મુખ્ય માર્ગ પરના દબાણો હટાવવા તેમજ સોમનાથ ટ્રસ્ટના સહયોગથી નવું સ્મશાન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામો પણ મંજૂર કરાયા હતા.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભામાં 44 પૈકી ભાજપના 24, કોંગ્રેસ ના 12 અને અપક્ષ ના 2 મળી કુલ 38 સભ્યો હાજર રહ્યા હતા. આજની બેઠકમાં તમામ 49 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આ ઠરાવમાં રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હોઈ તેને રિપેર કરાવવા નગરસેવકોએ માંગ કરી હતી. આ કામોનું એસ્ટીમેટ તૈયાર થઈ ગયું છે. અને રસ્તાઓ રીસર્ફેસ કરવા માટે અંદાજે 3 કરોડનો ખર્ચ થશે. ટૂંક સમયમાં પેચવર્કની કામગીરી હાથ ધરાશે. પ્રમુખ પિયુષભાઇ ફોફંડીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોને લઇ મહાસફાઈ અભિયાન હાથ ધરાશે.

મુખ્ય માર્ગ પરના દબાણો દુર કરાશે. કોંગી નગરસેવકોએ વોર્ડ નં. 2, 5 અને 6 ની સમસ્યાઓને લઇને કરેલી રજૂઆતોમાં વિભાગોને સુચના અપાઇ હતી. સોમનાથ ટ્રસ્ટે નવું સ્મશાન બનાવવા માટે જગ્યા ફાળવાઇ હોવાની ચર્ચા પણ થઇ હતી. જે સ્થળે ભૂગર્ભ ગટર બનાવવી શક્ય નથી. ત્યાં સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકા સાથે મળીને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...