તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગિર-સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ફરવા માટે નું એકમાત્ર મોટું સ્થળ ચોપાટી છે. જેનું કામ વર્ષો વીતી જવા છતાં પૂર્ણ નથી થયું. આ વર્ષે ચૂંટણી દરમિયાન આવા જ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વેરાવળના લોકો મતદાન કરે એવી શક્યતા છે. વેરાવળમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, સિટી બસ, ચોપાટી જેવા જાહેર સ્થળો અને જાળવણીની સુવિધા વેરાવળવાસીઓને જાણે ન જ મળવી જોઈએ એમ સત્તાધીશોએ નક્કી કરી લીધું હોય એવી પરિસ્થિતિ જોવા મળે છે. વેરાવળ ચોપાટીનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.
જેને પણ ઘણો સમય થઈ ગયો છે તેમ છતાં તેનું લોકાર્પણ થતું નથી. ચોપાટી યુગલો, વડીલો, બાળકો તમામ માટે ફરવાનું મુખ્ય સ્થળ છે. પણ તેનું લોકાર્પણ કરવા એકપણ રાજકિય અગ્રણી કે તંત્રને સૂઝતું નથી. વર્ષોથી તંત્ર કે રાજકિય આગેવાનો નિદ્રામાંથી જાગીને શહેરનો વિકાસ કરતા નથી. કોરોનાકાળ બાદ ખાનગી બસથી લઈને અમુક ટ્રેન સુધી તમામ સુવિધાઓ શરૂ કરાઇ છે. પણ વેરાવળમાં સિટી બસ પણ શરૂ નથી કરાતી.
વળી વેરાવળમાંઉ પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી આવતું હોય છે. રસ્તા તો મોટા ભાગના બિસ્માર જ છે. અવારનવાર કોન્ટ્રાક્ટ અપાતા હોવા છત્તાં તેની જાળવણી થતી નથી. પરિણામે લોકોને તમામ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પાલિકાએ જે કામો કરવાના હોય છે એવા નાના-મોટા પ્રશ્નોથી વેરાવળવાસીઓ પરેશાન થઈ ગયા છે. આથી આ વખતે આ તમામ સુવિધાઓના મામલે લોકોમાં રોષની લાગણી છવાઇ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.