તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુણ્યકાર્ય:યુવાનોની ટીમ કોરોનાના મૃતકોને સ્વજન ગણી કરે છે અંતિમવિધી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં માનવીના ટપોટપ મોત થઇ રહ્યા છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી છે. સ્મશાનમાં કર્મચારીઓ ઓછા પડતા હોય છે. વેરાવળમાં ગેસ સ્મશાન ઠપ્પ છે. ત્યારે કિશોર વાયલુ નામનો યુવાન પોતાની ટીમ સાથે કોરોનાથી મૃત્યુ પામનારનો જાણેકે, સ્વજન બની તેની અંતિમવિધીનું પુણ્યકાર્ય કરે છે. કિશોર વાયલુ નામનો યુવાન આજુબાજુના ગામોમાંથી લાકડા એકઠા કરી રોજ 25 થી 30 મૃતદેહોને અગ્નિદાહ આપવાની સેવા કરે છે. ત્રિવેણી સંગમ ખાતે આવેલા સ્મશાનમાં વેરાવળ નગરપાલીકા સંચાલીત ગેસ આધારીત સ્માશાન છેલ્લા ઘણાં દિવસથી બંધ છે. પાલીકા તંત્ર તેને રીપેર કરાવવાની મથામણ કરી રહ્યું છે. તો બીજી તરફ લાકડાંથી અગ્નિ સંસ્કારમાં ધસારો વઘી જતાં સ્મશાનમાં લાકડા પણ ખૂટી પડ્યા હતા.

જોકે, દાતાના સહકારથી હાલ લાકડામાં રાહત છે. વેરાવળ-પાટણ શહેર ઉપરાંત તાલુકા અને આજુબાજુ ના 54 ગામના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે. કોરોનાની કપરી પરિસ્થિતીમાં વેરાવળના સ્મશાને ઘણીવાર મૃતકના સ્વજનોમાં માત્ર એક-બે જ વ્યક્તિઓ હોય છે. તેઓ પોતાના સ્વજનને અગ્નિદાહ કેવી રીતે આપવો એની મુંઝવણમાં હોય છે. આવા સમયે આ યુવાનોની ટીમ તેઓની મદદે આવી પહોંચે છે. અને મૃતકના સ્વજનોને સધિયારો આપી અગ્નિસંસ્કારની તમામ વિધી કરી આપે છે. પોતાના સ્વાસ્થ્યની જરાપણ ચિંતા કર્યા વગર આ યુવાનો સાચા અર્થમાં માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂં પાડે છે.

અન્ય સમાચારો પણ છે...