તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • The Wish Of A Crippled Beggar To Hoist The Flag At Somnath Temple Was Fulfilled, The Beggar Fulfilled The Vow From The Money Collected From Begging

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતૂટ શ્રદ્ધા:સોમનાથ મંદિર પર ધ્વજારોહણની એક દિવ્યાંગ ભિક્ષુકની ઈચ્છા પૂર્ણ થઈ, ભિક્ષાવૃતિથી એકત્ર થયેલી રકમમાંથી ભિક્ષુકે સંકલ્પ પૂર્ણ કર્યો

વેરાવળએક મહિનો પહેલા
 • 11 હજાર રૂપિયા ભરી ધ્વજાની નોંધણી કરાવી હતી

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર, પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર આસપાસ અનેક ભિક્ષુકો સાધુઓ ભિક્ષાવૃત્તિ કરે છે

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે આજરોજ દિવ્યાંગ ભિક્ષુક સાધુ દ્વારા ભિક્ષાવૃત્તિથી બચત કરેલ એકત્ર રકમમાંથી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી પોતે ધ્વજારોહણનો લીધેલો સંકલ્પ પૂર્ણ કરી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી હતી.

ધ્વજારોહણ પહેલા પૂજાવિધિ કરી રહેલા સુપાનગીરી
ધ્વજારોહણ પહેલા પૂજાવિધિ કરી રહેલા સુપાનગીરી

જગવિખ્‍યાત સોમનાથ મહાદેવ મંદિર, પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર આસપાસ અનેક ભિક્ષુકો સાધુઓ ભિક્ષાવૃત્તિ કરે છે. જેમાંના એક દિવ્યાંગ ભિક્ષુક સાધુ સુપાનગીરી હરીગીરી ગાંગુરડે (ઉ.વ.65) મુળ મહારાષ્ટ્રના છે. જે પાંચ દાયકાથી સોમનાથ સાંનિઘ્‍યે ભિક્ષાવૃતિ કરી રહયા છે.

આ દિવ્‍યાંગ સાઘુએ દ્વારકા અને સોમનાથ તીર્થમાં ભિક્ષા માંગવનું કામ કરતા કરતા પોતાને મળેલ ભિક્ષવૃત્તિની રકમમાંથી સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવનો સંકલ્પ કર્યો હતો. જે મુજબ થોડા દિવસો પહેલા દિવ્‍યાંગ સાઘુ સુપાનગીરીએ સોમનાથ ટ્રસ્ટ મંદિરમાં રૂ.11 હજાર ભરી ઘ્‍વજા ચઢાવવા નોંધણી કરાવી હતી.

ભિક્ષાવૃતિથી એકઠી થયેલી રકમમાંથી ધ્વજારોહણનો સંકલ્પ પૂર્ણ કર્યો
ભિક્ષાવૃતિથી એકઠી થયેલી રકમમાંથી ધ્વજારોહણનો સંકલ્પ પૂર્ણ કર્યો

આજરોજ સવારે સુપાનગીરીએ અન્‍ય ભિક્ષુકો સાથે સોમનાથ મંદિરમાં પ્રથમ ઘ્‍વજાપૂજા કર્યા બાદ ઘ્‍વજારોહણ કરેલ હતુ. આ તકે દિવ્‍યાંગ સાઘુ સુપાનગીરીએ જણાવેલ કે, તેઓ સવારે 7 થી 9 સોમનાથ મંદિર પાસે અને સવારે 9 વાગ્યાથી સાંજના 5 સુધી ગીતા મંદિર પ્રવેશ દ્વાર પાસે ભિક્ષાવૃત્તિ કરે છે. અને ભિક્ષાવૃત્તિમાંથી મળતી રકમ બચાવી તે રકમમાં સંકલ્પ મુજબ આજે સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી છે. 16 વર્ષની ઉંમરથી અહી સોમનાથ સાંનિઘ્‍યે રહુ છું ભીક્ષા માંગુ છું જેના થકી એકત્ર થતી તમામ રકમ ભગવાનના કાર્ય પાછળ વાપરવાની મારી કાયમી ઇચ્‍છા રહે છે તે મુજબ હમેંશા બચતની રકમમાંથી કાર્યો કરૂ છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો