તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પતિ જે રીક્ષા ચલાવતો હતો એ પલ્ટી ખાઇ જતાં પત્નીનું મોત

વેરાવળ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુત્રાપાડાના કડસલા ગામે રીક્ષા પલ્ટી જતા એક મહિલાનું મોત
 • અન્ય 4 મહિલા સહિત ચાલકને ઈજા, પોલીસે ફરિયાદ નોંધી

સુત્રાપાડા તાલુકાના કડસલા ગામે રહેતો બામણીયા પરીવાર કુકસરા ગામે રિક્ષામાં પ્રસંગે જતા હતા. તે દરમ્યાન રસ્તામાં જ રિક્ષાનો અકસ્માત થતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, સુત્રાપાડા તાલુકાના કડસલા ગામનો પરિવાર શ્રીમંતનો પ્રસંગ હોવાથી સલા ગામે રહેતા બેચરભાઈ લખમણભાઈ બામણીયા તથા તેની પત્ની મંજૂબેન, સોમીબેન ઉકાભાઈ બામણીયા, લક્ષ્મીબેન અભેસિંગ અને વેજીબેન વજુભાઈ બામણીયા રીક્ષા નં.જી.જે.32યુ.0379માં કુકરાશ ગામે પ્રસંગમાં જતી વેળાએ રસ્તામાં ગોરખમઢી ગામ પાસે આવેલ કોલ્ડ સ્ટોરેજ નજીક રીક્ષા અચાનક પલ્ટી ખાઇ જતા ચાલક સહીતનાને ગંભીર ઈજા પહોંચી હતી.

જેથી તમાને ઇમરજન્સી સેવા 108 દ્વારા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મજૂબેનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યું થયુ હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું. અકસ્માત અંગે મૃતક મંજૂબેનના પુંત્ર મનસુખ બેચરભાઇ બામણીયાએ રીક્ષા ચાલક તેમના પિતા બેચરભાઇ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રકુમારે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો