દાન:વેરાવળના પરિવારે રામ મંદિર માટે રૂ. 25 લાખનું દાન આપ્યું

વેરાવળ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગિર-સોમનાથ જિલ્લાની સૌથી વધુ નિધી સ્વ. વેલજીભાઇ ફોફંડી પરિવારે આપી

અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો નિધીમાં દાન કરી રહ્યા છે. ત્યારે ગિર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ દાન વેરાવળના સ્વ. વેલજીભાઇ ફોફંડી પરિવારે આપ્યું છે.વેરાવળના વેલજીભાઈ લખમભાઈ ફોફંડી પરીવાર અને તેમના પુત્રો જગદીશભાઈ, રાકેશભાઈ, ડેનીશભાઈ, દિનેશભાઈ અને કિશોરભાઈ ફોફંડી પરીવાર તરફથી અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટેનાના શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં 25 લાખ રૂપિયાનો ચેક રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ કિશોરભાઈ ડાંગર અને અન્ય મહાનુભાવો હસમુખભાઈ પટેલ, ઈશ્વરભાઇ આહરા, ઝવેરીભાઈ ઠકરાર, ડો. જયેશભાઈ વઘાસિયા, પુનિતભાઈ પલાણ, ગિરીશભાઈ ઠક્કર, પિયુષભાઈ ભટ્ટ, દિપકભાઈ સિંઘવડને જય શ્રીરામના ઘોષ સાથે અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...