દેશભક્તિની ભાવના:સોમનાથ રેલ્વે સ્ટેશને 365 દિવસ ફરકતો રહેશે તિરંગો

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30 ફુટ પહોળો અને 20 ફુટ ઉંચો તિરંગો 100 ફુટ ઉંચાઇએ ફરકી રહ્યો છે

ભારત સરકરના આદેશ અનુસાર ગત 15મી ઓગસ્ટથી દેશભક્તિની ભાવના જાળવવા સોમનાથ રેલ્વે સ્ટેશને 100 ફુટની ઉંચાઈએ રાષ્ટ્રધ્વજ કાયમી માટે ફરકતો રહેશે.જેની પહોળાઈ 30 ફુટ અને ઉંચાઈ 20 ફુટ છે.તેની આસપાસ લાઈટ પણ ગોઠવવામાં આવી છે.આ રાષ્ટ્રધ્વજને ઉતારવા કે ચડાવવા ઓછામાં ઓછા 6 માણસોની જરુર પડે છે.

ખાસ કરીને રાત્રે રાષ્ટ્રધ્વજ ઉતારી દેવામાં આવે છે પરંતુ આ રાષ્ટ્રધ્વજની આસપાસ લાઈટ ગોઠવવામાં આવી છે જે કયારેય ઓછી ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવે છે. આ સિવાય અમરેલી, જુનાગઢ, પોરબંદર, ભાવનગર અને બોટાદ રેલ્વે સ્ટેશને પણ આમ રાષ્ટ્રધ્વજ ગોઠવવામાં આવ્યા છે તેમ રેલ્વે સ્ટેશનના પ્રબંધકે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...