તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:વેરાવળમાં પાણી માટે વલખા મારતા નગરજનો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ-સોમનાથ શહેરમાં તંત્રના બેદરકારી ભર્યા વહીવટના કારણે 2 લાખની પ્રજા છેલ્‍લા 10 દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. જેના માટે સિંચાઇ વિભાગ જવાબદાર હોવાનું પાલિકાના શાસકો જણાવી રહ્યા છે.

તાજેતરમાં જ રૂ.5.50 કરોડના ખર્ચે તૈયાર કરેલો ફીલ્‍ટર પ્‍લાન્‍ટનું મુખ્‍યમંત્રી રૂપાણી દ્વારા લોકાપર્ણ કરી કહ્યું હતું કે, 2 લાખ શહેરીજનોની શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે તેવો દાવો પણ કર્યો હતો. પરંતુ લોકાર્પણ કાર્યક્રમના 2 દિવસ પૂર્વેથી જ જોડીયા શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી.

પાલિકા તંત્રને પાણી માટે રજુઆત કરે તો જવાબદાર સત્તાધીશો સિંચાઈ વિભાગ જવાબદાર છે તેમ કહીં ખો આપી દેતા હોવાનો સ્થાનીકો આક્ષેપ લગાવી રહ્યા છે. સિંચાઈ વિભાગે પાલીકાની જાણ બહાર હિરણ ડેમમાંથી પાણીનો જથ્‍થો છોડી ખાલી કરી દેવાયાનું પાલિકા તંત્ર જણાવી રહ્યું છે. આ બાબતે કોંગી નગરસેવક અફઝલ પંજાએ કલેક્ટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

આગોતરા આયોજના ભાગરૂપે 14 મોટર મુકી ડેમની અંદર અડઘો કીમી દુર લાઇન નાંખી પાલિકાના શી પેજ સુઘી પહોચાડવાની કામગીરી કરવા છતાં પુરતો જથ્‍થો મળતો ન હતો. જેથી નર્મદાનું પાણી મેળવવાની કામગીરીમાં લાઇનમાં ત્રણ જગ્‍યાએ લીકેજ સામે આવ્યું હતું. અને આગામી 3 દિવસમાં સમસ્‍યા હલ થઇ જશે. > ઇન્ચાર્જ ચીફ ઓફીસર ડી.ડી.દવે

ડેમના દરવાજાની મરામત કરવાની હોવાથી 12 એપ્રીલ 2021ના રોજ લેખીત પત્ર આપી વેરાવળ પાલિકા સહિત તમામ એકમોને જાણ કરી હતી. પોતાની જરૂરીયાત મુજબ આયોજન કરી વૈકલ્પીક વ્યવસ્થા કરવા જાણ કરી હતી. હાલ લોકોની જરૂીયાત મુજબ હજુ 1.5 થી 2 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. તે પાણી ઉપાડવા પમ્‍પીંગ કરવાની યોગ્‍ય વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. > એન.બી.સિંઘલ, સિંચાઈ વિભાગના ડેમ અધિકારી

અન્ય સમાચારો પણ છે...