ટ્રસ્ટ દ્વારા પ્રયાસ:સોમનાથ મંદિરને રૂપિયા 1.50 કરોડના ખર્ચે રંગરોગાન કરાશે

વેરાવળ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરને સમયાંતરે કલરકામ કરવામાં આવતું હોય છે. આક્રમણખોરોએ મંદિરને નુકસાન પહોંચાડ્યા બાદ 800 વર્ષે નાગરશૈલીમાં નિર્માણ પામેલા આ દેવાલયનું આગામી દિવસોમાં કલરકામ કરવામાં આવનાર છે. લાંબા સમય સુધી ટકે એવી સારી ગુણવત્તાના કલરનો આમાં ઉપયોગ થનાર છે. સોમનાથ મંદિરમાં કરાનાર કલરકામનો કુલ વિસ્તાર 5 લાખ ચોરસ ફૂટ રહેશે.

તેનો ખર્ચ રૂ. 1 કરોડ 50 લાખ અંદાજવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છેકે, મંદિરના ગર્ભગૃહની દિવાલો સુવર્ણથી મઢવામાં આવ્યા બાદ ઘુમ્મટ પરના કળશને સુવર્ણમય બનાવવાની કામગીરી હાલ દાતાઓના સહયોગથી ચાલી રહી છે. તેની સાથેજ નવો કલર થયા બાદ મનોહર લાગશે એમાં બેમત નથી. મંદિરના અનેક સ્થંભને પણ સોનેરી કલરથી રંગવામાં આવ્યા છે. સોમનાથનો ભવ્ય સુવર્ણકાળ ફરી લાવવા ટ્રસ્ટ દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...