તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વેરાવળનું નામ સોમનાથ કરવા ઠરાવ, 71 વર્ષે નગર પાલિકાનું નામ બદલશે

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવે વેરાવળ-પ્ર.પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ ફક્ત સોમનાથ નગરપાલિકા
 • વેરાવળ પાલિકાના 83.67 કરોડના બજેટમાં 1.49 કરોડની પુરાંત

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાની સત્તા ભાજપે સંભાળ્યા બાદ આજે પાલીકાની પ્રથમ બજેટ બેઠક પ્રમુખ પિયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં કોઇપણ જાતના નવા કરવેરા વિનાનું વર્ષ 2021-22 નું રૂા. 83.67 કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરાયું હતું. બજેટમાં રૂા. 1.49 કરોડની પુરાંત રખાઇ છે. બોર્ડમાં ઉપસ્થીત 40 નગરસેવકો પૈકી 1 કોંગી નગરસેવકે બજેટનો વિરોધ કર્યો હતો. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સ્થાપના 19 જાન્યુઆરી 1950 ના રોજ થઇ હતી.

બજેટ બેઠકના પ્રારંભે જ પાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા પ્રથમ એજન્ડામાંજ વેરાવળ-પાટણ શહેરનું નામ સોમનાથ અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાનું નામ સોમનાથ નગરપાલીકાના કરવા ઠરાવ રજૂ કર્યો હતો. જેને ભાજ૫, કોંગ્રેસ અને અ૫ક્ષના તમામ નગરસેવકોએ સર્વાનુમતે મંજુર કર્યો હતો. બજેટમાં વિકાસ યોજના માટે 29.10 કરોડ, જૂના દેણાં ચૂકવવા માટે 6.29 કરોડ તેમજ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે 26.39 કરોડની જોગવાઇ કરાઇ છે. તો હાલના સ્મશાનને 65 લાખના ખર્ચે અપગ્રેડ કરી ઇલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠી સાથે અગ્નિ, ગેસ, અને ઇલેક્ટ્રિટી સાથેની વ્યવસ્થા કરાશે.

અમૃત યોજના અંતર્ગત મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં પુરના પાણીના નિકાલ માટે 10 કરોડની ગટર બનાવાશે. હયાત ઝવેરચંદ મેઘાણી લાયબ્રેરીને અપગ્રેડ કરી 50 લાખના ખર્ચે વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ બનાવાશે. શહેરમાં કુલ 13500 સ્ટ્રીટલાઇટો નાંખવાનો લક્ષ્‍યાંક છે. આ સિવાય અનેક કાર્યો માટે રકમ ફાળવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો