પુષ્પાજંલી:સોમનાથ મંદિર માટે 75 વર્ષ પહેલાં આજના જ દિવસે સંકલ્પ થયો 'તો

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જૂનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ આવ્યા હતા. ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓએ સોમનાથ મંદિરનાં પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સંક્લ્પ કર્યો હતો.

આ સંકલ્પને 74 વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને નિહાળવા જીવિત ન રહ્યાં પણ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમાં અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે.

આજરોજ સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ત્યારબાદ સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં તિર્થપુરોહિતો સોમનાથનાં ટ્રસ્ટી જે.ડી. પરમાર, એક્ઝીક્યુટીવ ઓફિસર તથા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...