કામગીરી શરૂ:સોમનાથ આવનારને ભીડિયામાં ચોપાટી મળે એની તજવીજ શરૂ

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કચરાનાં ઢગલાને દુર કરવા 3 જેસીબી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. - Divya Bhaskar
કચરાનાં ઢગલાને દુર કરવા 3 જેસીબી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
  • વેરાવળ-પ્રભાસ પાટણ નગરપાલિકા પ્રમુખે સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી

સોમનાથ આવનાર ચોપાટી પર લટાર મારવા અચૂકપણે જાયજ. દરિયાના મોજાંમાં પગ બોળવાની અને ગૃપ ફોટો કે સેલ્ફી લેવાનું આકર્ષણ પ્રવાસીઓમાં ઓછું નથી હોતું. ત્યારે સોમનાથ આવનારને હવે વધુ એક ભીડિયા બીચ પર પણ ચોપાટી પણ મળી રહે એ માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે.

આ અંગે વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પિયષ ફોફંડીએ જણાવ્યું છેકે, સોમનાથ મંદિરથી ભીડિયા સુધીનો આખો બીચ ચોપાટી તરીકે વિકસાવી શકાય એવો છે. જે પ્રવાસીઓને આકર્ષી શકે એમ છે. આથી અમે આ માટે સોમનાથ ટ્રસ્ટ અને રાજ્ય સરકારને આ માટેની દરખાસ્ત મૂકી છે. સોમનાથ ટ્રસ્ટ અથવા રાજ્યનો પ્રવાસન વિભાગ કોઇપણ આ બીચને વિકસાવે એ માટેની અમારી ઇચ્છા છે.

આ માટે ભીડિયા પાસે જે કચરાના ઢગ છે એને અમે 3 જેસીબીથી હટાવવાનું શરૂ કરી પણ દીધું છે. તો ભીડિયાથી મરીન પોલોસ ચોકીથી સોમનાથ સુધીના રસ્તા પર સ્ટ્રીટલાઇટ ફીટ કરવાની દરખાસ્ત પણ અમે મૂકી છે. આમ આગામી વર્ષોમાં સોમનાથની માફક ભીડિયા ચોપાટી પણ સોમનાથ આવનાર યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તો નવાઇ નહીં. એક રીતે સોમનાથ ચોપાટી પરની ભીડ પણ આને લીધે વહેંચાઇ જાય ખરી.

અન્ય સમાચારો પણ છે...