તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:વડાપ્રધાન બંગાળની ચૂંટણી બાદ સોમનાથના 1500 મીટક લાંબા વોક-વેનું લોકાર્પણ કરે તેવી સંભાવના, તમામ કામગીરી પૂર્ણ

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વોક-વેની તસવીર - Divya Bhaskar
વોક-વેની તસવીર
 • સોમનાથમાં દોઢ કિમી લાંબો વોક-વે ટુંક સમયમાં કાર્યરત થશે

સોમનાથ મહાદેવ મંદિર ખાતે કેન્દ્ર સરકારના ટુરીઝમ વિભાગની પ્રસાદ યોજના અંતર્ગત 45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ દરિયા કિનારે મુંબઈના મરીન ડ્રાઇવ જેવા 1500 મીટર લાંબા વોકવેનું 2018 માં સોમનાથના ટ્રસ્ટી અમીતભાઇ શાહના વરદહસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

વોક-વેમાં બે એન્ટ્રી ગેટ
હાલ આ વોકવેની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. તેને સોમનાથ આવતા યાત્રિકો માટે ટુંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે. આ વોકવે સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધારા સુધી બનાવાયો છે. જેમાં બે એન્ટ્રી ગેટ પણ બનાવાયા છે. આ વોકવેમાં સોમનાથ આવતા યાત્રિકો સાઈક્લિંગ તેમજ વોક કરી શકે છે.

એપ્રિલના અંત સુધીમાં કામ પૂરું થશે
આ સાથે અહીં ભારતિય સંસ્કૃતિને લગતા ચિત્રની ગેલરી પણ છે. તો મ્યુઝિક તેમજ રાત્રે સ્ટ્રીટલાઈટ ચાલુ રહેશે. આ વોકવેની કામગીરી પુર્ણ થવા તરફ છે. ત્યારે એપ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકારના કોઈ મંત્રી અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકાય એવી શક્યતા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ મોદી આ માટે સોમનાથ આવે એવી પણ શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો