તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • The Police Should Be Informed At The Time Of Marriage Or Funeral, A Meeting Was Held With The Leaders Of Every Community At The Veraval Province Office.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:લગ્ન પ્રસંગ કે અંતિમવિધિ સમયે પોલીસને જાણ કરવાની રહેશે, વેરાવળ પ્રાંત કચેરીમાં દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતવર્ષમાં કોરોના મહામારીની બીજી લહેરથી લોકો વધુ સંક્રમિત બની રહ્યા છે. આ સંક્રમણથી બચવા સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ખુબ જ અગ્રીમતા સાથે કામગીરી કરી રહ્યું છે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે દરેક સમાજના અગ્રણીઓ સાથે પ્રાંત અધિકારી સર્યુબેન ઝનકાટનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

કોરોનાને મ્હાત આપવા વેકસીનેશન જ અકસીર ઉપાય છે તેમ જણાવતા પ્રાતં અધિકારી એ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને અટકાવવા કોવીશીલ્ડ રસીકરણ માટે વહીવટી તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. સમાજના શ્રેષ્ઠાઓએ પણ આગળ આવી રસીકરણ કેમ્પના આયોજન દ્વારા વધુને વધુ લોકો રસીનો પ્રથમ અને બીજો ડોઝ મુકાવે અને સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણના ઝુંબેશ સ્વરૂપ કાર્ય હાથ ધર્યું છે, તેમા સહયોગ આપે. તેમજ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લગ્નપ્રસંગ કે અંતિમવિધિ સમયે પોલીસને બિનચુક જાણ કરવાની રહેશે. લોકોએ ખોટી અફવાઓથી દુર રહી ને વધુને વધુ લોકોએ કોરોના વિરોધી રસી મુકાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો