ધરપકડ:વેરાવળમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સો શાપરથી ઝડપાયા

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ થોડા સમય પહેલા ઉમંગ જગુભાઈ બારીયા નામનો શખ્સ એક સગીરાનું અપહરણ કરી ગયો હોય પીઆઈ ડી.ડી.પરમાર, સ્ટાફે ટીમો બનાવી આ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બાદમાં પીએસઆઈ આર.એસ.સુવા, ગીરીશભાઈ, અરજણભાઈ સહિતની ટીમ બાતમીનાં આધારે વેરાવળ (શાપર) પહોંચી હતી. જ્યાંથી ઉમંગને ઝડપી લીધો હતો.

આ ઉપરાંત સગીરાને ભગાડી જવામાં મદદગારી કરનાર અવિનાશ ગીરધારીલાલ શર્મા અને વિરેન રમેશભાઈ ભુટીને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ.બી. મુસાર, જેઠાભાઈ કટારા, પીઠરામભાઈ જેઠવા, અરજણભાઈ ભાદરકા, કેશવભાઈ, કૃણાલભાઈ, પ્રદિપસિંહ ખેર, કમલેશભાઈ, અશોકભાઈ, પ્રવિણભાઈ, રવિભાઈ, મયુરભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...