હાલાકી:વેરાવળ, કોડીનાર, ઊનાને જોડતો એક માત્ર પુલ બિસ્માર, હિરણ નદીના પુલ ઉપર મસમોટા ગાબડાથી અકસ્માતનો ભય

કાજલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળના કાજલી યાર્ડ પાસે આવેલા હિરણ નદીના પુલ ઉપર મસ મોટા ગાબડા પડવાથી વાહનચાલકોને પડતી હાલાકી વચ્ચે અકસ્માતનો ભય. વેરાવળ, કોડીનાર, ઊના શહેરને જોડતા એકમાત્ર બિસ્માર પુલની જાળવણી કરવા માંગ ઉઠી છે. તાજેતરમાં થયેલા વરસાદને કારણે પુલના બન્ને છેડાએ કાંકરીનાં ઢોળા જોવા મળે છે. જેના કારણે મસમોટા વાહનો ફસાઈ જતાં અવાર-નવાર ટ્રાફીક જામના દશ્યો સર્જાઈ છે. બીજી તરફ અહિંથી મસમોટા વાહનો પસાર થતાં હોવાથી નાના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સત્વરે આ રોડને રિપેર કરવામાં આવે તથા ડામર પાથરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...