નિર્ણય:વેરાવળમાં જાહેરમાં કચરો ફેકનારને પાલિકા દંડ ફટકારશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ બાબતે તમામ વોર્ડના સુપરવાઈઝરની મીટીંગ બોલાવી

વેરાવળ પાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે પાલિકા એક્શનમાં આવી છે. આ બાબતે તમામ વોર્ડના સુપરવાઈઝરની મીટીંગ બલાવામાં આવી હતી. અને જાહેર રસ્તામાં કચરો ફેકનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ મીટીંગમાં વેરાવળ પાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તા પર નાના પથ્થરો અને કચરો લઈ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. અને રસ્તામાં કોઈ કચરો ફેંકતા હોય તે લોકોની યાદી બનાવી તેમને તાત્કાલિક દંડ ભરવા જણાવવામાં આવ્યું હતું.

ટેક્સ શાખાના હેડ ગુલામભાઈને પણ સાથે રાખવામાં આવ્યા હતા. સમગ્ર મીટીંગમાં સેનીટેશનના ચેરમેન કિશનભાઇ જેઠવાએ પણ સાથે રહી સૂચન કર્યા હતા. આ સાથે શહેરના દુકાનદારો અને પ્રજાને કચરો બહાર ફેંકવો નહિ અને જો ફેંકશે તો આવનારા દિવસોમાં દંડ ભરવા માટેની તૈયારી રાખવા પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું. } તસવીર - તુલશી કારીયા

અન્ય સમાચારો પણ છે...