તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સભા:વેરાવળ પાટણ સંયુકત પાલિકાની છેલ્લી સાધારણ સભા મળી

વેરાવળ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
વ્યવસાય વેરાના ચેરમેન પાન ખાતા નજરે ચઢ્યા - Divya Bhaskar
વ્યવસાય વેરાના ચેરમેન પાન ખાતા નજરે ચઢ્યા
 • આ ટર્મની છેલ્લી સભામાં સામાન્ય લોકોના પશ્નો ભૂલાયા
 • સભામાં 31 સભ્યો હાજર જ્યારે 12 સભ્યો ગેરહાજર રહ્યા, 40 ઠરાવો મંજુર થયા

આ પાંચ વર્ષમાં નિષ્ફળ રહેલ નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં પણ વેરાવળ વાસીઓની સમસ્યા દૂર કરવા માટે કોઇ ખાસ એજન્ડા રજુ કરી શક્યા ન હતા. આ સાધારણ સભામાં ભાજપ-કોંગ્રેસના 31 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે 12 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ છેલ્લી સાધારણ સભામાં વિવિધ વિકાસનો કામો મળી અને ખર્ચાઓનો એજન્ડાના 42 ઠરાવો રજુ થયા હતા. જે પૈકી બે ઠરાવો કોગ્રેસના સભ્યએ વિરોધ દર્શાવતાં બાકી રહી ગયા હતા. જ્યારે 40 જેટલા ઠરાવો સર્વાનુમતિ મંજુર થયા હતા.

આ બેઠકમાં રજુ થયેલા ઠરાવોમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચુંટણીમાં થનાર અંદાજીત રૂ. 40 લાખ જેટલો ખર્ચ કાઢવામાં આવ્યો છે, જે મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે મકાન વેરામાં દંડની રકમ પર વસુલાતની 18 ટકા પેનલ્ટી ધટાડી 12 ટકા કરવામાં આવી છે. જો કોઇ આસામી દર વર્ષે 31 ઓક્ટૉબર પહેલા મકાન વેરો ભરશે તો તેને 10 ટકા રીબેટ આપવાની જાહેરાત પણ કરાઈ હતી. સોમનાથમાં આવેલ સ્મશાન દર વર્ષે રીપેરીંગ કરવા માટે ખર્ચ કાઢવામાં આવે છે ત્યારે આ છેલ્લી સાધારણ સભામાં પણ રૂ.55 લાખના ખર્ચ નવી ઈલેક્ટ્રોનિક ભઠ્ઠી બનાવવાની મંજુર કરવામાં આવી છે. તો શહેરના ગંગાનગર ચોકને ગુરૂનાનક ચોકનું નામકરણ કરવાની રજુઆત કરવામાં આવી હતી. પાલિકા કોમ્પ્યુનીટી હોલનુ ભાડું રૂ.8 હજાર કરાયું હોય જેના નગરસેવક પ્રહલાદ શામળા એ વિરોધ કરતા 5 હજાર કરાયું હતું. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકડા નાખવાના કામનો અને પાલિકામાં આઉટસોર્સિંગ થી ભરતી કરવાના ઠરાવનો કોગીં સભ્યો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો.

વ્યવસાય વેરાના ચેરમેન પાન ખાતા નજરે ચઢ્યા
વેરાવળ પાટણ નગરપાલિકાની સાધારણસભાની બેઠક વેરાવળ પાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષના મેદાન ખાતે મળી હતી. જ્યા શોશયલ ડીસેનટીંગતો જળાવાયું હતું પણ અમુક નગરસેવક ચાલું સાધારણ સભામાં પાન ખાતા તેમજ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા. ખાસ કરીને જેમાં વ્યવસયા વેરાના ચેરમેન વિનુ રામચંદાણી પાન ખાત નજરે પડ્યા હતા.

વેરાવળ મનપાના કરોડોના કામો અધુરા
બે માળના એસી કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ શરૂ કરાયુ છે. તો રૂ.13 કરોડના ખર્ચે ઓડીટોરીયમ મંજૂર કરાયો છે. સાથોસાથ નવા ચાર ગાર્ડન બનાવવાની કામગીરી ચાલુ છે. 1 હજાર લોકોને બાંધકામની ઓનલાઈન પરવાનગી આપી રૂ. 48 કરોડના ખર્ચ અનેક મૂખ્ય સોસાયટી રસ્તાઓ ડામર સીસી અને પેવર બ્લોગ બનાવવામાં આવ્યા છે. ઓજી વિસ્તારમાં રૂ. 40 લાખના ખર્ચે નવી પાણીની લાઇનનું નેટવર્ક ઉભુ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો