ધરપકડ:સગીરાનું અપહરણ કરનાર દ્વારકાથી ઝડપાયો

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળ સીટી પોલીસ સ્ટેસનનાં સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી સગીરા અને અપહરણ કરનાર શખ્સની અટક કરી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વેરાવળ પોલીસ સ્ટેશનમાં એક પરિવારની સગીરવયની પુત્રીને વિપુલ કરશન ચુડાસમા (રહે. ગોરખમઢી) લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.

બાદમાં પોલીસે આ બંનેની શોધખોળ હાથ ધરી હતી. અને વેરાવળ સીટી પીઆઇ ડી.ડી.પરમારની સુચનાથી વેરાવળ સીટી પો. સ્ટે. ના પોલિસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા આરોપી તથા સગીરા દ્રારકા હોવાનું જાણવા મળતા એક ટીમ દ્રારકા ખાતે રવાના થઈ હતી. અને સીસીટીવી ફુટેજ આધારે આરોપી તથા સગીરાની ઓળખ કરી અટક કરી વેરાવળ પોલિસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...