તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ કામગીરી:ગીર-સોમનાથનાં 13.37 લાખ લોકોના આરોગ્યની તપાસ થશે

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 પીએચસી, 5 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાશે

ગુજરાત સરકારે રાજ્યમાં કોવીડ-19 સંક્રમણને રોકવા દેશભરમાં નમુનેદાર કાર્ય કર્યું છે. સરકાર દ્વારા સમય બધ્ધ આયોજન કરી કોરોનાને રોકવા અને નાગરિકોને સારા આરોગયની સુવિધા આપવા અનેક વિધ પગલાઓ લીધા છે. ગીર-સોમનાથ જિલ્લાની 13,37,840 વસ્તી ધરાવે છે જેનો ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સર્વે 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 5 અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ, પેરા મેડીકલ સહિતના સ્ટાફ દ્વારા લોકોના ઘરે જઇને માહિતી મેળવશે. મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનને સાર્થક કરવા ગામના લોકોની આરોગ્ય તપાસણી કરાશે.

જેમાં શરદી,ઉધરસ,તાવ,શ્વાસ લેવામાં તકલીફ,ગંધ અને સ્વાદ ન આવતો હોય, ઝાડા થવા અથવા 95થી ઓછું ઓક્સિજન લેવલ જેવા શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોના ટેસ્ટીંગ કરવામાં આવશે. તથા હોમ આઇસોલેશન રહેલ પોઝીટીવ દર્દીને કોવીડ કેર સેન્ટર પર સારવાર આપશે અને જરૂર જણાશે તો કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એસ.ભાયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...