પાકને નુકસાન:કોડીનારનાં જંત્રાખડી ગામની સીમમાં ભુંડનો ત્રાસ વધ્યો

ડોળાસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજરી, ચાણા, મકાઈ સહિતનાં પાકને પહોંચાડ્યું નુકસાન

કોડીનારનાં જંત્રlખડી ગામની સીમમાં ભુંડનાં ધાડા ઉતરી આવ્યા છે. અને ઊભા પાકમાં ભારે નુકસાન કરી રહ્યા છે.જંત્રlખડી, માલગામ, નાનવlડા, પાંચ પીપળવા સહિતનાં ગામોની સીમ નજીક આવેલી છે. અંહી ઘઉં, મકાઈ, ચણા સહિતનાં પાકનું મોટું વાવેતર થયું છે. બાજુમાં જ પlચ પીપળવા ડેમ આવેલો હોય તળમાં પાણી હોવાથી પાક સારો છે.

પરંતુ ભુંડ રાત્રીનાં સમયે ઊભા પાકમાં ઘૂસી જઇ પાકને મૂળિયામાંથી જ ઉખેડી નાંખે છે. જેથી ખેડૂતોને આર્થીક ફટકો પડ્યો છે. જંત્રlખડીનાં માનસિંહભાઈ નોઘણભાઈ ડોડીયાનાં ખેતરમાં બાજરી અને મકાઈનાં પાકને નુકસાન પહોંચાડ્યું હોય જેથી આ ભુંડનાં ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...