લોકો ત્રાહિમામ:ખરાબ રોડના પ્રશ્ને વેપારી મંડળને ગ્રામ પંચાયતે આપ્યો ટેકો

ડોળાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડોળાસા વેપારી મંડળ દ્વારા આગામી તા.23/10નાં રોજ ખરાબ રોડને લઈને ચક્કાજામ કરી આંદોલનની ચીમકી ઉચારી હતી. જેને પાંચ ગ્રામ પંચાયતોએ ટેકો જાહેર કરતાં આંદોલન ઉગ્ર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ડોળાસા ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવેની ભંગાર હાલતને કારણે વેપારી, વાહન ચાલકો, મુશાફરો, પગપાળા ચાલતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતાં પણ નેશનલ હાઇવેના અધિકારીઓને કઈ ફર્ક પડતો નથી.

આ ઢીલી નીતિને ઢંઢોળવા આગામી તા. 23/10નાં સવારે 10 વાગ્યે ડોળાસા વેપારી મંડળ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજશે. ત્યારે આ આંદોલનને ડોળાસા સહિત પાંચ ગ્રામપંચાયતો દ્વારા સંપૂર્ણ ટેકો આપતા આંદોલન ઉગ્ર થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...