હુકમ રદ:દર્શન શાળાની માન્યતા સરકારે રદ કરી, હાઈકોર્ટે ચાલુ રાખી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના હુકમને કોર્ટે રદ કરી નાંખ્યો

ગુજરાત સરકારે વેરાવળની દર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની માન્યતા રદ કરતો હુકમ ગત તા. 6 ઓક્ટોબરે કર્યો હતો. આ હુકમને ગુજરાત હાઇકોર્ટે અમાન્ય ઠેરવી શાળાની માન્યતા ચાલુ રાખી છે. વેરાવળની દર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે, નવરાત્રીના વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખવા બદલ ગીર સોમનાથ ડીઇઓએ શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરી હતી.

માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળાની માન્યતા ચાલુ રાખી હતી. પણ શાળાએ અપીલ કરતાં રાજ્ય સરકારે શાળાની માન્યતા રદ કરવાનો હકમ કર્યો હતો. આની સામે દર્શન સ્કુલનાં સંચાલકે ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી હતી. હાઇકોર્ટે શિક્ષણ વિભાગના હુકમ સામે સ્ટે આપ્યો હતો. કેસ હાઇકોર્ટમાં ચાલી જતાં શાળાની માન્યતા રદ કરતો હુકમ રદ કરતો ચૂકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...