ઊનાના જાખરવાડા ગામના શખ્સે નવાબંદર ગામની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા દોઢેક વર્ષથી દેલવાડા ગેસ્ટ હાઉસ, અમદાવાદ, માઉટ આબું સહિતના સ્થળે જુદા-જુદા સ્થળે લઈ જય દુષ્કર્મ આચર્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ નવાબંદર ગામની અને હાલ ભીંગરણ રહેતી 20 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલા રીક્ષામાં બેસી છુટક મજુરી કામે જતી હતી.
દરમ્યાન નરેશ ઉર્ફે દીલીપ રાણા સોલંકી રહે. ઝાખરવાડા રીક્ષામાં નવાબંદર સુધી આવતો હોય ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને બન્ને ફોનમાં વાતચીતો કરતા અને યુવતીને દિવ અને દેલવાડા શીવમ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ હું તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આપી તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ દિલીપે કહેલ કે આપણે બન્ને લગ્ન કરવાના છે જેથી ઊના બસ્ટેશને આવી જજે અને બહાર ગામ લઈ ગયો હતો.
જ્યાં દિલેપે પોતાના લગ્ન થઇ ગયા હોય અને બે સંતાનનો પિતા હોવાનું યુવતિને જણાવ્યું હતું. છતાં પણ લગ્ન કરવાની હા પાડી યુવતીને અમદાવાદ, માઉટઆબું તેમજ ઊનાના ભડિયાદર, દેલવાડા ગામે તેમના મિત્રના ઘરે આમ જુદા-જુદા સ્થળે લઈ જય અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના વિરૂદ્ધ નવાબંદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઊના પોલીસે તપાસ ધરી શખ્સની શોધખોળ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.