તાલાલા તાલુકા પંચાયતમાં કરાર આધારીત ફરજ બજાવતા કર્મચારીએ પોતાનું નામ પગારની બેંક એડવાઈઝરીમાં ઉમેરી પોતાના તથા અન્યના બેંક એકાઉન્ટમાં નાખી રૂ.1.48 કરોડ જેટલી રકમની ગેરરીતી આચરી હોવાની ફરીયાદ પોલીસમાં નોંઘાઈ હતી. જેની પોલીસે તપાસ આદરી આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા આરોપીની અરજી કોર્ટે ફગાવી હતી.
આ સમગ્ર મામલે એસઓજીના તપાસનિશ અધિકારી એસ.એલ.વસાવા દ્વારા તપાસ હાથ ધરતા ગુનાના આરોપી નાયબ હીસાબી અધિકારી મેહુલ વિનોદરાય આમલસેડા (ઉ.વ.41) રહે. એક્ષ આર્મીમેન તથા જે તે વખતના ટીડીઓના ચાર્જમાં રહેલા કાળુભાઇ સરમણભાઇ રામ તથા હીસાબી શાખાના નિવૃત કર્મચારી બાબુભાઇ મોતીભાઇ શુક્લ અને ટીપીઓના ચાર્જમાં રહેલા જયેશગીરી પ્રવિણગીરી ગૌસ્વામીની ધરપક્કડ કરી હતી. જેમાના ત્રણ આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. અને કસ્ટડીમાં રહેલ મેહુલ વિનોદરાય આમલસેડાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. પરંતુ સરકારી વકીલ કેતનસિંહ વાળાની ધારદાર દલીલોને માન્ય રાખી જજ વી.જી. ત્રીવેદીએ આરોપીની અરજી ફગાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.